(જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ)
*ટેડ....*
નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.
ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું.
બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.
“મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ so કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી.
બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’ આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું…..
{આજીવન શિક્ષક મારા માતા પિતા ને સાદર સમર્પિત}
(From book :
‘મનનો માળો’)
ચોરી: એક હૃદયસ્પર્શી વાર્તા
(અંત સુધી વાંચવા વિનંતી)
"સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!"
"ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?"
"સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું."
"અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?"
"સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ... જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું."
"એમ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં?"
"સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી. એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.
સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા,
" જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું." ...
મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.
પછી તમે કહ્યું, "બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં...
તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.
તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, "બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો." પછી ઉમેર્યું," અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં." ......
બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું!
સર, ....
આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ - અને જુઓ, બન્યો પણ ખરો ને આશીર્વાદ લેવા આવ્યો!"
"અરે... હા, હા! મને યાદ છે એ ઘટના! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી... કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી."
(નીલેશ સાઠે ના મૂળ મરાઠી લખાણ પરથી મુકુલ વોરા નું ભાષાંતર)
understanding psychology
There are three types of intelligence.
1. Intelligent Quotient (IQ)
2. Emotional Quotient (EQ)
3. Social Quotient (SQ)
Each of these has mean and their impact.
1. Intelligent Quotient (IQ):
This helps one to "know book", solve maths; memorize things and recall subject matters. U may say it more relates to pure knowledge and educational traits.
2. Emotional Quotient (EQ):
This makes someone to be able to maintain peace with others; keep to time; be responsible; be honest; respect boundaries; be humble, genuine and considerate. This enriches personality traits with better Me. Inculcate responsibility even in absence of supervision.
3. Social Quotient (SQ):
This makes people to be able to build network of friends and maintain it over a long period of time. Reflects to People connect trait and better understanding.
People with higher EQ and SQ tend to go further in life than those with high IQ but low EQ and SQ.
For every individual, a fair balance for meaningful life is must for all Q's.
Now a days most schools capitalize in improving IQ level while EQ and SQ are on back seat.
A man of high IQ can end up being employed by a man of high EQ and SQ even though he has an average IQ.
Your IQ represents your knowledge level;
Your EQ represents your character;
Your SQ represents your social fame.
Give in to habits to improve all three Qs but more emphasis on EQ and SQ.
EQ and SQ make one manage better than the other. Pls don't teach children only to increase IQ but also to EQ and SQ.
In recent times, now there is a 4th one : A new paradigm
4. The Adversity Quotient (AQ):
AQ makes people go through a rough patch in life and come out without losing their centres.
The AQ determines who will give up in face of troubles, or recover quickly from difficulties. It's relates to resilience in individual
Tip to parents.
Expose children to other areas of life than academic. They should adore manual work (never use work as a form of punishment), sport and art.
Develop their EQ, SQ and AQ. They should become multifaceted human beings able to do things independently.
Finally :
do not prepare the way for the children,
prepare the children for the way.
Mindful consumption
Overtime, I have realised that I am taking far more from the universe than I will ever be able to give back.
The constant exercise of differentiating between needs and desire has been an eye opener.
Endeavour is to live responsibly, endeavour is to live with conscience.
For eg:
1. Do I really need the water that is being poured in my glass at the restaurant?*
Will that water not go down the drain (literally) when I leave my table? Am I being fair to those who are walking miles for drinking water and yet what they get is hardly safe enough to consume?
2. Do I really need to wrap that gift by buying ‘free’ gift wrapping paper?*
Because that shiny/ non-biodegradable paper is going to be trashed (literally) once the gift is opened?
3. Do I really need to buy gifts when I am not sure if they will be used and needed by the receiver because I want to look good?*
Isn’t it wiser to buy fruits or dry-fruits with the same amount of money and with almost certainty that they will be consumed?
4. What do I do when I am at buffet?*
Do I listen to my stomach or do I fill my plate with everything available (either because its free or because I have paid for it all)?
5. What do I do when the guy at Subway (the foodchain) offers me two forks and four tissue papers when I am going to be eating alone?*
Do I return one fork and three tissue papers (or all four, if I carry my own hanky) to him or I just walk away from the counter and throw away unused forks and tissue papers?
6. Just because something is ‘bio-degradable’, should I use it?
Can I even avoid a paper bag or a cloth bag because a tree was chopped to make that paper and earth was subjected to atrocities to create the piece of cloth? Can I ‘reduce’ my consumption even before thinking of ‘reuse’ or ‘recycle’?
7. What happens when I go to eat Thaali
There are so many things I know I might not eat (for eg katori of Dahi or that Bengali mithai) .. Do I return it immediately so that it can be offered to someone else or do I let it sit on my plate and leave it untouched only to be thrown away later?
8. Do I really need that cotton Kurti because it looks cool?
The fashion industry is far more evil than what meets our eye. From what it does to the environment while growing cotton and jute to how it treats humans to how it treats textiles and garment waste is mind-bogglingly dirty.
9. Do I really need that extra pair of shoes because I don’t have 'that' particular shade of orange?
Do I take into account that once processed, footwear is almost impossible to degenerate on face of the earth (including leather)?
10. Do I need to cook elaborate meals when guests visit me?
Can I cook just enough so that everybody including myself can have a great time and no food is wasted (or we don’t continue to eat same food for next three days well after it has lost all its nutrients)
11. Do I need to buy things just because they are in sale and they are cheaper?
Do I need to buy them because there is ‘return policy’? I was reading a case study on how big retail conglomerates dump returned goods in the ocean and its unbelievable how our oceans are constantly being subjected to waste created because of our greed.
12. Am I respectful when I am visiting a tourist destination?
Do I take rules such as ‘keep silence’ ‘do not litter’ seriously enough? Do I allow the place to consume me or my overbearing presence consumes the place?
I have been asking these and such questions for a couple of years now.
What else can I ask?
How else can I live mindfully?
At Harvard, the most popular and successful course teaches you how to learn to be happier?
The Positive Psychology class taught by Ben Shahar attracts 1400 students per semester and 20% of Harvard graduates take this elective course. According to Ben Shahar, the class - which focuses on happiness, self-esteem and motivation - gives students the tools to succeed and face life with more joy._This 45-year-old teacher, considered by some to be "the happiness guru", highlights in his class 14 key tips for improving the quality of our personal status and contributing to a positive life:
Tip 1. Thank God for everything you have: Write down 10 things you have in your life that give you happiness. Focus on the good things!
Tip 2. Practice physical activity: Experts say exercising helps improve mood. 30 minutes of exercise is the best antidote against sadness and stress.
Tip 3. Breakfast: Some people miss breakfast for lack of time or not to get fat. Studies show that breakfast gives you energy, helps you think and perform your activities successfully.
Tip 4. Assertive: Ask what you want and say what you think. Being assertive helps improve your self-esteem. Being left and remaining silent creates sadness and hopelessness.
Tip 5. Spend your money on experiences: A study found that 75% of people felt happier when they invested their money in travel, courses and classes; While only the rest said they felt happier when buying things.
Tip 6. Face your challenges: Studies show that the more you postpone something, the more anxiety and tension you generate. Write short weekly lists of tasks and complete them.
Tip 7. Put everywhere nice memories, phrases and photos of your loved ones: Fill your fridge, your computer, your desk, your room, YOUR LIFE of beautiful memories.
Tip 8. Always greet and be nice to other people: More than 100 inquiries state that just smiling changes the mood.
Tip 9. Wear comfortable shoes: If your feet hurt you, you become moody, says Dr. Keinth Wapner, President of the American Orthopedics Association.
Tip 10. Take care of your posture: Walk straight with your shoulders slightly backwards and the front view helps to maintain a good mood.
Tip 11. Listen to music (Praise God): It is proven that listening to music awakens you to sing, this will make your life happy.
Tip 12. What you eat has an impact on your mood:- Do not skip meals, eat lightly every 3 to 4 hours and keep glucose levels stable.- Avoid excess white flour and sugar.- Eat everything! Healthy- Vary your food.
Tip 13. Take care of yourself and feel attractive:70% of people say they feel happier when they think they look good.
Tip 14. Fervently believe in God: With him nothing is impossible!
Tip 15 Develop a good sense of humour. Learn to laugh off matters, specially when things don't go right for you.
Happiness is like a remote control, we lose it every time, we go crazy looking for it and many times without knowing it, we are sitting on top of it ...
Have an unconditionally happy life ! 🙏
જૈમિન ને 18 માં જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા
તુ તો વાત વાત માં 18વર્ષ નો થઈ ગયો...
તને તો યાદ હશે કે કેમ જૈમિન ખબર નહિ..
તું જયારે નાનો હતો પ્રાથમિકશાળામાં હતો ત્યારે બીજા મોટા પિતરાઈ ભાઈ બહેનો સાથે તેમના વર્ગખંડ માં બેસવાની ઈચ્છા થતા તું દોડી ત્યાં એમના વર્ગખંડચાલ્યો જતો ત્યારે એ વર્ગખંડ ના શિક્ષકો એમ કહેતા તું નાનો છે તું આ વર્ગખંડ માં ના બેસી શકે ત્યારે તું કુતુહલવશ પૂછતો કે હું કેમ ના બેસી શકું ??? ત્યારે એ શિક્ષકો એમ કહેતા તું ઉમર માં નાનો છે એટલે તારાથી અહીં ના બેસાય
...તું રડતો રડતો સ્કૂલે થી આવતો અને રડતા રડતા મને પુછતો પપ્પા હું મોટો ક્યારે થઈશ ત્યારે હું પણ કહેતો કે બસ જલ્દી મોટો થઇ જઈશ ...
તું ત્યાર ની મારી એ વાત ને માની રમવા માં મશગુલ થઇ જતો એ વાત જાણે હમણાંની તો જ છે ...
સમય જતા વાર નથી લાગતી તું આજે 18 વર્ષ નો થયો આઝાદ ભારત ના બંધારણ ના નીતિનિયમ મુજબ તું આજે પુખ્ત બન્યો પરંતુ બેટા પુખ્ત બનવું અને પાકટ બનવું એમાં ઘણું અંતર છે . પુખ્ત આપણને આપણી ઉંમર અને સંવિધાન બનાવે છે પરંતુ પાકટ આપણને આપણું ઘડતર અને સંસ્કાર બનાવે છે.
આજ ના આ દિવસે અને અત્યાર ની પેઢી ને કોઈ મોટેરા તરફ થી સલાહ નહિ પરંતુ એક મિત્ર તારીખે આટલી વાત આજે કહેવાનું નહિ ચુકુ આશા રાખું તને અને તારા જેવા ઘણા મિત્રો ને આ વાત ગમશે..
પુખ્ત બનતાની સાથે આ દેશ માં આપણને અમુક હક્ક મળી જાય છે પરંતુ આપણેં સામી ફરજ પણ બજાવવાની હોય છે એ આપણને નાગરિકશાસ્ત્ર માં ભણાવામાં આવ્યું હોય છે જે સમય કાળે આપણે ભુલતા જઈએ છીએ જે યાદ રાખવું જરૂરી છે
જેમ કે આપણને વાહન હંકારવાનું લાયસન્સ ની પાત્રતા મળે છે લાયસન્સ તો પરીક્ષા પાસ થાયે મળી જશે પરંતુ રસ્તે ચાલતા પગપાળા રાહદારી ઓ ને આપણા થી કોઈ તકલીફ કે અગવડ ના પડે એ જોવાની ફરજ આપણી છે
યુવાની ની શરૂઆત છે આજ સુધી તો મૉટે ભાગે માં બાપ સાથે હરવા ફરવા નું રહેતું હતું હવે પરિસ્થિતિ બદલાઈ છે પ્રસંગોપાત અને અભ્યાંસ અર્થે વારંવાર બહાર જવાનું થાય એવા સંજોગ માં હવે આપણે જ આપણા વાલી માની આપણા નિર્ણયો લેવા પડશે અને તેમને અનુરૂપ રહેતા શીખવું પડશે અને આપણે ઉમર થી મોટા થઈએ છીએ પરંતુ ખરેખર મોટાઈ તો સમાજ આપે છે આ સમાજે જે નીતિનિયમો બનાવ્યા છે તેને અનુસરવા પડશે
યુવાની છે આકાશ ને આંબવાની ખુબ ઈચ્છા થાય એ સ્વાભાવિક છે પરંતુ જલ્દી થી સફળતા મેળવવા માટે કોઈ ટૂંકો રસ્તો પસંદ ના કરવો એ પણ જરૂરી છે દુનિયા માં કઈ પણ મફત કે એમનેએમ નથી મળતું એક શ્વાસ છોડીયે છીએ ત્યારે બીજો શ્વાસ લઇ શકીયે છીએ ,અરે પડછાયો પણ ત્યારે જ મળે છે જયારે તડકા માં નીકળીએ છીએ। આગળ વધવું ઊંચું ઉડવું એ આજના યુવાન ની તમન્ના અચૂક હોય શકે પરંતુ એમના માટે કોઈક ની જાત ને પગથિયાં બનાવી આપણી પ્રગતિ કરવી એ જીવન મંત્ર ના રાખવો
ઊંચાઈ પર ઉડો ઊંચાઈ પ્રાપ્ત પણ કરો પરંતુ ઊંચાઈ પામતા ની સાથે ઊંચાઈ એ રહેતા અને ટકતા પણ શીખવું જરૂરી છે ઊંચાઈ પર રહેતા રહેતા જમીન સાથે નું જોડાણ પણ રાખવું જરૂરી છે આપણે અત્રે એ પણ યાદ રાખવું ખુબ જરૂરી છે કે વિહંગ હોય કે વિમાન આકાશ માં ગમે તેટલી ઊંચાઈ પણ જાય ગમે તેવી ઊંચાઈ બતાવે પરંતુ એ ઊંચાઈ બતાવવા માટે ની ઉર્જા કે ઇંધણ માટે તો જમીન પર આવવું જ પડે છે માટે જમીન સાથે નું જોડાણ ના ભૂલવું જોઈએ
જો તમે રસ્તા પર મુસાફરી કરતા હોઉં તો રસ્તા માં આવતા પુલ ની રેલિંગ જોઈ હશે મૉટે ભાગે જુઓ તો પુલ ની મજબૂતાઈ જેટલી આ રેલિંગ હોતી નથી પરંતુ વાહન અને વટેમાર્ગુ ને તેનાથી રક્ષણ મળે છે વાહન પણ જયારે આ રેલિંગ ને અથડાય છે ત્યારે જો વાહન ની ગતિ સામાન્ય હોય તો વાહન ને પોતાની મૂળ દિશા બાજુ ખદેડી દેવાની તાકાત આ સામાન્ય રેલિંગ પણ રાખે છે માટે જીવન માં આપણે પણ આપણી ગતિ એવી રાખવી જેથી કોઈ આપણે ટપારી શકે અને મિત્રો અને શુભેચ્છકો પણ એવા રાખવા જે રેલિંગ બની આપડે ક્યારેક માર્ગ ભૂલતા હોઈએ ત્યારે યોગ્ય માર્ગ દર્શાવે
એક વસ્તુ કાયમી યાદ રાખવી આપણી કિંમત આપણી હોશિયારી થી તો છે જ પરંતુ આપણે કેવો લોકો સાથે હળિયેં મળીયે બેસીયે ઉઠીયે છીએ તેના પર પણ છે પૈસાપાત્ર નબીરાઓ કરતા આપમેળે આગળ આવતા અને સામાન્ય હોય પણ સંસ્કારી મિત્રો વચ્ચે રહેવાનું પસંદ કરજે જિંદગી માં ગમે તેવા અઘરા પ્રશ્નો આવે ત્યારે આવા મિત્રો શુભેચ્છકો આપણને મદદરૂપ બનતા હોય છે
આપણે ભલે ગમે ત્યાં હરિયે ફરીયે આપણું મૂળ અને કુળ ના ભૂલવું બસ એ નહિ ભૂલો એટલે બાકી નું બધું આવડી જશે
આજના દિવસે પરમકૃપાળુ પરમાત્મા તને તંદુરસ્ત ,દીર્ઘાયુ સાથે જીવન ની તમામ ખુશીયો અર્પે